મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં બાઇક ચલાવવા બાબતે સગીરને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં એટ્રોસીટીની ફરિયાદ


SHARE









ટંકારાના હરબટીયાળીમાં બાઇક ચલાવવા બાબતે સગીરને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં એટ્રોસીટીની ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સ્વામિનારાયણ હાઇસ્કુલ સામે સગીરને બાઈક ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો અને તેને ઝાપટ મારીને પાટા માર્યા હતા તેમજ ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરના પિતા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ સહિત ત્રણની સામે એટ્રોસિટી સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હરીપર (ભૂ) ગામે રહેતા નવનીતભાઈ મણીલાલ ચાવડા જાતે અનુ. જાતિ (૪૨)એ હરબટીયાળી ગામે રહેતા ગણેશભાઈ ડુંગરભાઇ નમેરા અને હસમુખભાઈ નમેરા તેમજ સ્વામિનારાયણ હાઇસ્કુલના પ્રિન્સિપાલ આર.જે. મુછારાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરા હિતેશ (૧૪)ને બાઈક ચલાવવા બાબતે ગણેશભાઈએ ઠપકો આપીને ગાલ ઉપર ઝાપટ મારી હતી તથા પગે પાટા મારીને મૂઢ ઇજા કરી હતી તથા સ્વામીના હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આર.જે. મુછારાએ તેને ધમકાવ્યો હતો અને હસમુખભાઈ નમેરા તથા ગણેશભાઈ તેને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરના પિતા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસેથી બાઈકમાં બેસીને જઈ રહેલ મયંક રાઘવજીભાઈ ગઢવી (૭) નામનો બાળક બાઇકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ એચ.એમ. ચાવડા કરી રહ્યા છે

ફિનાઇલ પીધું

માળીયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતા વિજયભાઈ લાલજીભાઈ ચાવડા (૩૧) નામનો યુવાન કોઈ કારણોસર પોતાની જાતે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ માળિયા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે




Latest News