મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માત બાદ સારવારમાં રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોત 


SHARE







મોરબીમાં વાહન અકસ્માત બાદ સારવારમાં રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોત 

મોરબીના માળિયા મીંયાણા ખાતે રહેતો યુવાન થોડા દિવસો પહેલા પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે વરસાદના લીધે માળીયામાં બેઠા પુલ ઉપર બાઈક સ્લીપ થઈ જવાથી માથા તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થયેલ હોય તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક તેમજ માળિયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંયાણામાં મોવર શેરીમાં રહેતો સોહીલ હુસેનભાઇ મોવર નામનો ૨૦ વર્ષનો યુવાન ગત તા.૨૨-૯ ના રોજ માળિયા મીંયાણા ખાતે બેઠા પુલ નજીકથી બાઇક લઈને જતો હતો ત્યારે વરસાદી પાણીના લીધે સેવાળ હોવાથી ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ ગયુ હતુ.જેથી સોહીલ મોવર ખાડામાં પડી ગયો હતો જેથી તેને શરીર તથા માથાના ભાગે ગંભીરપણે ઇજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવારમાં રહેલા સોહિલ હુસેનભાઇ મોવર (૨૦) રહે.માળીયા મીંયાણા વાળાનું ગઈકાલ તા.૨૮-૯ ના સવારે દસેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.જેથી હોસ્પિટલ સુત્રો તરફથી આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરિયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું માળિયા પોલીસ મથકના કનુભા ગઢવી પાસેથી જાણવા મળેલ છે.

ક્રિકેટ સટ્ટામાં ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બે માસ પહેલા નોંધાયેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં આરોપીનું નામ ખુલ્યું હોય તેને પકડવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા ક્રિકેટ સટ્ટાના ગુનામાં અતુલ રમણીક વાછાણી જાતે પટેલ (૪૩) રહે. ચીખલી મંગલમ એપાર્ટમેન્ટ જિલ્લો નવસારી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના રામગઢ (કોઇલી) ગામે શૈલેષભાઈની વાડીએ ખેતીનું કામકાજ કરતા સમયે કપાસમાં ઝેરી દવા છાંટવાથી ઝેરી અસર થઈ હતી અને તેમાં ફૂલસિંગ રેમુભાઈ બદનારી (ઉમર ૪૫) મૂળ રહે.એમપી વાળાને અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લવાયો હતો જેને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરી આગળની તપાસ કરી હતી.






Latest News