મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જુનિયર વકીલોને પગભર કરવા જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાનીનો અનોખો સેવા યજ્ઞ


SHARE















મોરબીના જુનિયર વકીલોને પગભર કરવા જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાનીનો અનોખો સેવા યજ્ઞ

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારતની અંદર આવેલ જુદી જુદી કોર્ટમાં વકીલાતનો અભ્યાસ કરીને ઘણા બધા જુનિયર વકીલો પ્રેક્ટિસ શરૂ કરતા હોય છે જોકે, તેમની પાસે પૂરતો અનુભવ કે પછી કાયદાકીય પ્રેક્ટીકલ નોલેજ ન હોવાના કારણે તે લોકોને સફળતા ન મેળવે તેવું ઘણી વખત બનતું હોય છે પરંતુ મોરબીમાં વકીલાતનો અભ્યાસ કરીને કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરતાં જુનિયર વકીલોને કાયદાકીય પૂરું નોલેજ મળે અને કોઈપણ પ્રશ્ન હોય તો તેનું સમાધાન મળે તેના માટે થઈને મોરબી જિલ્લાના સરકારી વકીલ દ્વારા પોતાની ચેમ્બરમાં દરરોજ કાયદાના પાઠ ભણાવવાનું છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે અને આટલું જ નહીં પરંતુ કાયદાના પુસ્તકોનું વાંચન જુનિયર વકીલો દ્વારા કરવામાં આવે તે માટે પોતાના સ્વખર્ચે તેઓ તેમને ત્યાં ક્લાસમાં આવતા જુનિયર વકીલોને પુસ્તકો પણ અર્પણ કરી રહ્યા છે આવો જ એક કાર્યક્રમ તાજેતરમાં ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ ક્લબ-૩૬ ખાતે યોજાયો હતો જેમાં ૨૫ જેટલા જુનિયર વકીલોને પુસ્તકોના સેટ અર્પણ કરવામાં આવ્યા હતા

સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રની અંદર જુનિયર વ્યક્તિ આગળ ન આવે તેના માટેના પ્રયત્નો સિનિયરો દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાના સરકારી વકીલ દ્વારા આ માન્યતાને ખોટી ઠેરવીને જુનિયરો પણ સારી રીતે માહિતી અને માર્ગદર્શન મેળવે અને કાયદાનું જ્ઞાન તેમની પાસે પૂરતા પ્રમાણમાં હોય તો તેઓ પગભર થઈ શકે તેવી ભાવના સાથે જુનિયર વકીલોને પોતાની જ ચેમ્બરમાં કાયદાનું જ્ઞાન આપવા માટેનો શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો છે જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા છેલ્લા બે વર્ષ જેટલા સમયથી દરરોજ કોર્ટમાં અઢી થી સવા ત્રણ સુધીની જે રિસેસનો સમય હોય છે તે રિસેસના સમયનો સદુપયોગ કરીને જુનિયર વકીલોને પોતાની જ ચેમ્બરમાં બેસાડીને ત્યાં તેઓની સાથે કાયદાકીય ચર્ચાઓ તથા કોઈપણ બાબતના જો કાયદાકીય પ્રશ્નો તેઓના મનમાં ઉઠતા હોય તો તેના સમાધાન મળે તેના માટે થઈને તેમણે શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો અને તેમાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન લગભગ યુવક અને યુવતીઓ મળીને ૮૬ જેટલા જુનિયર વકીલો દ્વારા તેમની પાસેથી કાયદાકીય જ્ઞાન મેળવવામાં આવ્યું છે અને ન માત્ર જ્ઞાન પરંતુ તેઓએ આ સેવા યજ્ઞને વધુ મજબૂત બનાવવા માટે અને જુનિયરો વધુ સારી રીતે આગળ વધી શકે તેવી ભાવના સાથે પોતાના સ્વખર્ચે એક કાયદાકીય પુસ્તકનો શેઠ કે જેની ૬૦૦૦ રૂપિયા કિંમત થાય તેવા અત્યાર સુધીમાં કુલ મળીને ૭૫ જેટલા સેટ વિદ્યાર્થીઓને આપેલા છે

છેલ્લે જે ૨૫ વિદ્યાર્થીઓને આ કાયદાકીય પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માજી કુલપતિ કમલેશભા જોષીપુરા, રાજકોટ કોર્પોરેશનના પ્રથમ મહિલા મેર ભાવનાબેન જોષીપુરા તેમજ ડો. પૂર્ણિમાબેન ભાડેસીયા સહિતના લોકોની હાજર રહ્યા હતા અને તેના હસ્તે આ પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માજી કુલપતિ કમલેશભાઈ જોશીપુરાએ જુનિયર વકીલોને ટૂંકી પરંતુ ચોટીદાર વાત કરતા એક ટકોર કરી હતી કે કોઈપણ જગ્યાએ તળેટીમાં સ્પર્ધા વધુ હોય છે પરંતુ પર્વતની ટોચ ઉપર સ્પર્ધા હોતી નથી જેનો મતલબ કે કોઈપણ વિષયની અંદર તમે પારંગત બનો અને સફળ થાઓ તો તમારી સાથે હરીફોની સંખ્યા આપોઆપ ઘટી જાય છે જેથી કરીને જો કાયદાકીય વિષય તમે તમારી કારકિર્દી માટે પસંદ કર્યો છે તો તેમાં પારંગત થાઓ તે અનિવાર્ય છે ત્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જુનિયર વકીલોને કહ્યું હતું કે, ખાસ કરીને તમારો ડ્રેસ કોડ અને તમારો બિહેવિયરએ તમારી એક આગવી ઓળખ હોવી જોઈએ અને તમે ૧૧ થી ૬ વાગ્યા સુધી જ્યારે કોર્ટમાં આવો છો ત્યારે ત્યાં તમારા વ્યવસાયને પૂરતો ન્યાય આપશો તો તેના ભવિષ્યમાં સો ટકા સારા પરિણામો મળશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી અંતમાં તેમણે કહ્યું હતું કે, “ભવિષ્યમાં પણ ક્યારેય કાયદાકીય કોઈ પણ બાબતના પ્રશ્નો હોય અથવા તો કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો હર હંમેશ તેઓને માર્ગદર્શન અને મદદ પૂરી પાડશે આ તકે મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઈ ભટ્ટ અને સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ સહિતના હાજર રહ્યા હતા






Latest News