હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ


SHARE









મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી કરીને ખેડુતોએ તા.૧૬/૧૦  સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

સરકાર દ્વારા તા. ૨૧/૧૦ થી મગફળી રૂ.૬૩૭૭, મગ રૂ. ૮૫૫૮, અડદ રૂ. ૬૯૫૦ અને સોયબીન  રૂ. ૪૬૦૦ પ્રતિ કિવીંટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયબીન વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ તા.૧૬ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફતના ફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. 




Latest News