હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કો જાનો પશ્નમંચ (મૌખિક સ્પર્ધા) મોરબીની નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે જેમાં પ્રાથમિક વિભાગમાં માધાપર વાડી કન્યા શાળા પ્રથમ સ્થાને, દ્વિતીય સ્થાને કિષ્ના સ્કૂલ અને નિલકંઠ વિદ્યાલય તૃતીય સ્થાને રહી હતી તેવી રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ, દ્વિતીય સ્થાને નાની વાવડી હાઈસ્કૂલ અને તૃતીય સ્થાને નિલકંઠ વિદ્યાલય રહી હતી

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પી.ડી. કાંજીયા તથા નિલકંઠ વિદ્યાલયના જીતુભાઈ વડસોલા તથા સંઘમાંથી રાજેશભાઈ બદ્રકિયા હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચીવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, પ્રશ્ચિમ ક્ષેત્રના  સેવા વિભાગના સહસચિવ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, પ્રાંત ગુરુ વંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસંયોજક દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરિયાણી, સહસંયોજક કાનગડ રાવતભાઈ ઉપસ્થિત હતા, કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ છૈયાએ કર્યું હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પી.ડી. કાંજીયાએ આપ્યો હતો, અને જગ્યાની વ્યવસ્થા જીતુભાઈ વડસોલાએ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સભ્યો વિનુભાઈ મકવાણા, મનહરભાઈ કુંડારિયા,હરદેવભાઈ ડાંગર, રાકેશભાઈ મેરજા, વિપુલભાઈ અમૃતિયા તથા કૌશિકભાઈ અઘારા વગેરેએ ખૂબ મહેનત કરી હતી.




Latest News