હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને વાંકાનેરના નવા રાજાવડલામાં મારામારી: સામસામી ફરિયાદ


SHARE









તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને વાંકાનેરના નવા રાજાવડલામાં મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે” તેવું કહીને યુવાન અને તેના ભાઈઓને મારવામાં આવ્યો હતો અને ત્યારે સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (૩૦)એ હાલમાં ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા  અને તેના ભાઈ સંજયભાઈ ગોવિંદભાઈ શેટાણીયા રહે. બંને નવા રાજાવડલા વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ધીરુભાઈ શેટાણીયાએ તેની પાસે આવીને કહ્યું હતું કે, “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે” તેમ કહીને આરોપીઓએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના પાઇપ પડે માર મારીને ઈજા કરી હતી ત્યારે ફરિયાદીના ભાઈ નિલેશને પણ લોખંડના પાઇપ વડે માર મારીને અંગૂઠામાં ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે તથા આકાશને લોખંડનો પાઇપ મારીને તેને પણ ઇજા કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન સહિતના ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ સંજયભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી આ બનાવમાં નવા રાજાવડલા ગામે રહેતા ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા જાતે કોળી (૨૮)એ સંજયભાઈ બાબુભાઈ સોલંકી, નિલેશભાઈ બાબુભાઈ સોલંકી અને આકાશ બાબુભાઈ સોલંકી રહે. ત્રણેય જુના રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સંજયભાઈ સોલંકીને બે દિવસ પહેલા ઘર પાસે ઉભા નહીં રહેવા માટે થઈને કહ્યું હતું જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ સંજયને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે માથામાં માર મારી ઈજા કરી હતી તેમજ નિલેશભાઈએ ધારિયું મારીને ઇજા કરેલ છે જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News