મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીના કોયલી ગામે રહેતા અને ખેતમજુરીનું કામ કરતા પરિવારના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જેનું ટુંકી સારવાર બાદ મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી પરિવારનો અક્ષય દિનેશભાઈ નાયક નામનો ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ આજે વહેલી સવારે અક્ષય નાયકનું મોત નિપજયુ હતુ.તપાસ અધિકારી કે.એમ.સોલગામા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અપરિણીત હતો તેના પિતાનું અગાઉ મોત થયેલ હોય હાલ પોતે પોતાની માતા અને બેન સાથે મોરબીના કોયલી ગામે રહી ખેત મજૂરી કામ કરતો હતો જો કે પોતે ધુની સ્વભાવનો હોય મન ફાવે ત્યારે કામ કરતો હોય જેથી માતાએ આ બાબતે તેને ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવતા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા માણેકબેન મગનભાઈ ગામી નામના વૃદ્ધા ઘરેથી મંદિરે પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા માણેકબેનમે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતો મનુભાઈ કિલુભાઇ રાઠોડ નામનો વ્યકતી રફાળેશ્વર ગામે બસ સ્ટેશન પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

દારૂ સાથે બે પકડાયા

મોરબીના ઉંચીમાંડલ જવાના રસ્તેથી પોલીસે ૫૦ લિટર દેશી દારૂ કિંમત રૂા.૧૦૦૦ સાથે બચુભાઈ રમુભાઈ ચાડમીયા દેવીપુજક (૪૫) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ તેમજ વિજય ધીરુભાઈ જીંણીયા (૨૦) રહે. સુરેન્દ્રનગર વાળાઓની ધરપકડ કરી તેની વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.






Latest News