મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર-૨ બેઠક ઉપર કોંગ્રેસ, હળવદની રણછોડગઢ બેઠક ઉપર ભાજપનો વિજય


SHARE







મોરબીની ત્રાજપર-૨ બેઠક ઉપર કોંગ્રેસ, હળવદની રણછોડગઢ બેઠક ઉપર ભાજપનો વિજય

મોરબી જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની બેઠક માટે આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-૨ બેઠક ઉપર કોંગ્રેસ અને હળવદ તાલુકા પંચાયતની રણછોડ ગઢ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે

મોરબી જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની એક એક બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી અને તેમાં મોરબીની ત્રાજપર-૨ બેઠક પર ૫૪.૯૪ ટકા તેમજ હળવદની રણછોડગઢ બેઠક પર ૭૯.૭૨ ટકા મતદાન થયું હતુ અને આજે સવારે મત ગણતરી કરવામાં આકવી હતી જેમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-૨ બેઠક કોંગ્રેસનાં ગઢ સમાન હતી તેને કોંગ્રેસે જાળવી રાખીને છે અને આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસનાં જલભાઇ સામતભાઈ ડાભી વિજેતા બનેલા છે તો હળવદ તાલુકાના રણછોડગઢ બેઠક ઉપરથી અગાઉ ભાજપના ઉમેદવાર હતા ત્યાં ભાજપે તેનો ગઢ ટકાવી રાખેલ છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે ભાજપના હર્ષબેન મહેશભાઇ કોપેણીયા વિજેતા બનેલા છે 






Latest News