વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામે રહેતા આધેડની દીકરીના છૂટા છેડા બાબતે મનદુખ ચાલતું હોય ચાર શખ્સોએ ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને આધેડે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ચોટીલા તાલુકાનાં ઝીંજુડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાનાં નવા જાંબુડીયામાં રહેતા માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.૫૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ અને સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ રહે. બધા ઠીકરીયાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીના છુટા છેડા બાબતે તેઓને આરોપીઓ સાથે મનદુખ ચાલતુ હતું જેનો ખાર રાખીને આરોપી જીવાભાઇ માલાભાઇ ગોહીલ તેઓને લાકડાના ધોકાનો ધા પગના સાથળમા મારી ઇજા કરી હતી તેમજ ભાનુભાઇ માલાભાઇ ગોહીલ અને વિજયભાઇ જીવાભાઇ ગોહીલએ તેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી હતી તેમજ આરોપી સંજયભાઇ ભાનુભાઇ ગોહીલએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે