વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરમાં આઇ.ટી.આઇ પાસે અજાણ્યા વાહન ચાલકે બે રાહદારી વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાથી એકનું ઇજા થવાથી મોત નીપજયું હતુ અને એક વૃધ્ધને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં સારવારમાં ખાસેડાયા હતા અને હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ રહેતા નવધણભાઇ નારણભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ.૫૫)એ અજાણ્યા વાહન ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ વાંકાનેર રોડ પર આઇ.ટી.આઇ પાસેથી તેના ભાઈ રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા ઉ.-૫૦ તથા મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ-૬૦) પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બંનેને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મણિભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જાણવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે