મોરબીના સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરનારા પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો
હળવદના સુસવાવ ગામેથી અજાણ્યા પુરુષની લાશ મળી
SHARE
હળવદના સુસવાવ ગામેથી અજાણ્યા પુરુષની લાશ મળી
હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ તા.૦૨/૧૦/૨૦૨૧ રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રામજીભાઈ પુનાભાઈ કણઝરીયા જાતે-દલવાડીની કાઠ નામની વાડીમાં જુવારના પાકમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
સુસવાવ ગામની સીમમાં મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ વર્ષનો શરીરે કાળા રંગનો શર્ટ તથા કાળા કલર જીન્સ પેન્ટ પહેરેલ હોય (કમરનું માપ ૩૦ ઈંચ અને પેન્ટની લંબાઈ ૪૧ ઈંચ) અને મરણજનાર ના શરીરે ચહેરાનો ભાગ સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમાં હોય તેમજ હાથ તથા પગની ચામડી સડી ગયેલ હોવાથી હાડકા દેખાય છે. મરણજનાર ના પેન્ટના ખિસ્સા માંથી એક ક્રિમકલરનું પાકીટ મળી આવેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ હળવદ પોલીસ સ્ટેશનના ઈ-મીઈલઃ-polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પો.સબ.ઈન્સ્પેકટરના મો.નં.૯૮૨૫૮૨૭૮૪૩ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પીએસઆઈ આર.બી.ટાપરીયાએ યાદીમાં જણાવાયું છે.