મોરબીનાં કેરાળા(હ) ગામના યુવાને સાત વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ
SHARE
મોરબીનાં કેરાળા(હ) ગામના યુવાને સાત વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ
મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજ ખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને હાલમાં સાત શખ્સો દ્વારા તેની પાસેથી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતાં હતા જેથી કરીને તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલા જાતે પટેલ (ઉ.૩૯) એ હાલમાં મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા રહે.બન્ને શનાળા, નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદભાઇ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર, ભાવેશભાઇ બાવાજી રહે. મોરબી અને સુમીત મુળજીભાઇ ચારોલા રહે.કેરાળા(હરીપર) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી તેને ૬ ટકા લેખે ૧૨,૦૦,૦૦૦ લીધા હતા અને તેનું આઠ મહીનામાં રૂપીયા ૮ લાખ વ્યાજ સહીત કુલ ૨૦,૦૦,૦૦૦ રૂપીયા ચુકવવા માટે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ પાસેથી ૧૨,૦૦,૦૦૦ રૂપિયા ૮ લાખ વ્યાજ સહીત ૨૦,૦૦,૦૦૦ લીધા હતા બાદમાં હર્ષદભાઇ પરબતભાઇ ચાવડાએ ૩૫.૦૦,૦૦૦ મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપેલ હતા અને તેની ૧૨ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવાયો હતો તો સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગરે ૭,૦૦,૦૦૦ રૂપિયા ૫ ટકા વ્યાજે પેટે આપી વ્યાજ પેટે ૪૫,૦૦૦ લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી તો ભાવેશભાઇ બાવાજીએ ૧,૦૦,૦૦૦ રૂપિયા રોજના ૧૦૦૦ લેખે વ્યાજે આપી ૨૦,૦૦૦ વ્યાજ લઇ રૂપીયા ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને સુમીત મુળજીભાઇ ચારોલાએ સાહેદ કલ્પેશભાઇ બારોટને ર,૦૦,૦૦૦ રૂપિયા મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીનાનું ૭,૦૦૦ વ્યાજ લઇ તે રૂપીયા વ્યાજ સહીત ફરીયાદી પાસે માગણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવાતા પોલીસે ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિમીયમ ર૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આ ગુનાની તપાસ મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.