મોરબીનાં કેરાળા(હ) ગામના યુવાને સાત વ્યાજખોરોની સામે નોંધાવી ફરિયાદ
મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ
SHARE
મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ
મોરબીના કેનાલ રોડ રામકો બંગલો પાસે ગત શુક્રવારનો સ્વિમિંગ પુલ બને એવડો મોટો ખાડો ખોદયો છે.પાણીની પાઇપ લાઈન તૂટી ગયેલ જેના માટે પાણીની લાઈન પણ રીપેર થઈ ગયી છે પણ આ ખાડો ક્યારે બુરાશે એ નક્કી નથી..! આજે મંગળવાર થયો એટલે કે કામ થઇ ગયાને પણ ચાર દિવસ થયા છતા ખાડો બુરાયો નથી..! ત્યાં શોપિંગ સેન્ટર આવેલ છે જેની દુકાનની સામે જ આ મોટો ખાડો કર્યો છે દુકાનવાળાઓને ત્યાં કસ્ટમર આવી ન શકે તેવી હાલત છે. વળી પાછુ રાતે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ પણ પાલીકાની દયાથી બંધ છે અને સતત વાહનથી ધમધમતા એવા આ કેનાલ રોડ ઊપર રાત્રીના કોઈ પશુ કે માણસ પડી જાઇ તેવો ભય રહેતો હોય ત્યાંના વેપારીઓ દ્રારા કામ પુરૂ થઇ ગયુ હોય તો હવે આ ખાડો દિવાળી પહેલા બુરી દેવામાં આવે તેવી માંગ કરાઇ છે.
અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા મોરબીના નવા બસ સ્ટેશનથી રવાપર રોડ જવાનો રસ્તે પણ આ રીતે ભયજનક ખુલ્લી ગટર હતી જે અંગે જાગૃત નાગરિક અને એડવોકેટ રાજપરાએ સોશ્યલ મિડીયામાં ફોટા-વિડીયો વાઈરલ કર્યા બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી કરી હતી એટલે કે કોઈ પણ કામ માટે જ્યારે ફરિયાદ થાય ત્યારે જ કામ કરવું તેવા પાલિકાએ શું સમ ખાધા છે..? કારણ કે જો આ ખાડો છેલ્લા ઘણા સમયથી ખુલ્લો હોય અને કામ પતી ગયું હોવાનું ત્યાંના વેપારીઓ જણાવી રહ્યા છે તે રીતે કામ પતી ગયા બાદ આ ખાડાને કયારે બુરવામાં આવશે..? કારણ કે આ ખાડાને લીધે ત્યાંના વેપારીઓના ધંધા રોજગારને અસર પડે છે તેમજ કોઈ પશુ કે કોઇ વાહનચાલક તેમાં વાહન સહિત તેમા પડી શકે એવડો મોટો ખાડો હોય દિવાળી પહેલા આ ખાડાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી ત્યાંના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.