મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આરતી અને ગરબા ડેકોરેશનની સ્પર્ધા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આરતી અને ગરબા ડેકોરેશનની સ્પર્ધા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી પર્વની વિશિષ્ટતા સભર ઉજવણી અનુસંધાને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે બહેનો માટે આરતી ડેકોરેશન તેમજ ગરબા ડેકોરેશનની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જુદીજુદી વય જુથના ૫૦ થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પધૉઓના સમાપન સમારોહમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્યારે ભારત વિકાસ પરિષદ મોરબીની સમગ્ર ટીમ દ્વારા બ્રિજેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મોરબી જીલ્લાના ડેપ્યુટી ડી.ડી.ઓ. ઈલાબેન ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં બ્રિજેશભાઈએ ભારત વિકાસ પરિષદની વિવિધ કામગીરીને બિરદાવી હતી અને તમામ સ્પર્ધકોને પોતાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે હાર જીત જીવનનો ભાગ છે હારથી નિરાશ થયા વિના સતત પ્રયત્નશીલ રહી સફળતા મેળવી શકાય છે. આ દિવસે જ ભારત વિકાસ પરિષદ મોરબીના સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીના પુત્ર વિસ્મયનો પણ જન્મદિવસ હોય તેના તરફથી તમામ સ્પર્ધકોને વિશીષ્ટ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા તો વિસ્મયનું સન્માન બ્રિજેશભાઈએ તેને નાની ઉંમરમાં વિરાટ પ્રતિભા કહી અને બિરદાવ્યો હતો. અને બંને સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ પ્રમાણપત્ર અને વિશિષ્ટ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે રાષ્ટ્રભક્તિ ગીતની એકલગીત સ્પર્ધાના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર માટે Q7 CERAMIC LLP, વિશાલ જ્વેલર્સ તથા સ્વ. ભાઈલાલભાઈ વી. પરમાર પરિવાર દ્વારા અમૂલ્ય આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. તમામ નિર્ણાયકોને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના  કાજલબેન ત્રિવેદી, દર્શનાબેન પરમાર, દર્શનાબેન ભટ્ટ, અલ્પાબેન મારવણીયા, નિરાલીબેન મિયાત્રા, કોમલબેન પનારા, કુસુમબેન બોપલીયા, દેવાંશીબેન આડેસરા, તથા સંસ્થાના સક્રિય કાર્યકરો રવીન્દ્રભાઈ ત્રિવેદી, ડો જયેશભાઈ પનારા, અશ્વિનભાઈ રાઠોડ, દિલિપભાઈ પરમાર, મનહરભાઈ કુંડારીયા, ધૃમીલભાઈ આડેસરા, યોગેશભાઈ જોશી, હિંમતભાઈ મારવણીયા, નલિનભાઈ ભટ્ટ, પરેશભાઈ મિયાત્રા, વિનોદભાઈ મકવાણા કેયુરભાઈ પંડ્યા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિસ્મય ત્રિવેદીએ કર્યુ હતું.




Latest News