મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આરતી અને ગરબા ડેકોરેશનની સ્પર્ધા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામો કે જે ગામો ને કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી માટે સિંચાઈ વિહોણા ગામોને કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે
મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામોમાં આજે પણ સિંચાઈની સુવિધા નથી તેવા ગામો માટે કેનાલ દ્વારા સિંચાઈ આપવાની માંગણી વારંવાર કરેલ છે. આ અમારી માંગણીને પાંચ વર્ષ કરતા પણ વધારે સમય થયેલ છે. અને મોરબી-માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા વચન આપવામાં આવેલ હતું કે “આપની માંગણીને અમો ન્યાય આપીશું” જો કે હજુ સુધી પાણી મળતું નથી
થોડા સમય પહેલા મોરબીમાં એક ખાનગી મીટીંગ મળે હતી. જેમાં આ ગામોમાંથી કેટલાક આગેવાનો આવેલ હતા તેમાં પણ પાણી માટે ચર્ચા કરી હતી જો કે પાણી આવેલ નથી ત્યારે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લામાં થઇ શક્તિ હોય તો આ મોરબીના બાવન ગામોને શા માટે નહી ? અને એ પણ કચ્છના ફાળવાયેલ જથ્થાના માત્ર બે ટકા જ પાણીની જરૂરિયાત છે. તે છતાં મોરબીને લાભ શા માટે નહિ..?
મોરબીના આગેવાનોનું ઉપર કાઈ ઉપજતું નથી? ત્યારે અમુક ગામના તળાવો ભરવાની વાત કરવામાં આવી છે તેને વિરોધ નથી પરંતુ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની માંગ છે આ તળાવ વાળી યોજનામાં તો જેતે ગામના ખુબ નાની સંખ્યામાં એટલે કે મુઠ્ઠી ભાર લોકોને જ તેનો લાભ મળશે અને મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહી જશે. અમોને તો એવી પણ શંકા છે કે આવું કદાચ ખેડૂતોમાં ભાગલા પડાવીને અંદોલનને તોડવાના પ્રયત્નોના ભાગ રૂપે થઇ રહ્યું છે. પરંતુ જો આ બાબતે વહેલાસર યોગ્ય નહિ કરવામાં આવે તો ના છુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે