હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE













ટંકારાના છતર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના છતર ગામે રસોઈ બનાવતા સમયે દાઝી જવાથી મહિલાને સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રાધીકાબેન ગુડુભાઈ રાજભર (૩૦) નામના મહિલા પોતે પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે દાઝી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં ટંકારા તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો અને તેને એક દીકરી હતી આ દુર્ઘટનાથી બાળકીએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News