મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીના આમરણ ગામે ચા ની હોટલે બેઠેલા વૃદ્ધને અગાઉની માથાકૂટનો ખાર રાખીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં ચા વાળાની હોટલે બેઠેલા વૃદ્ધને એક વર્ષ પહેલા થયેલ માથાકૂટનો ખાર રાખીને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા નાથાલાલ છગનભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ (૬૩)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા રહે. મૂળ ફળસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ મોરબી તાલુકાના આમરણ ગામે બસ સ્ટેશનમાં રામાભાઇ ચા વાળાની હોટલ પાસે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં પોતાનું બાઈક લઈને આવ્યો હતો અને એક વર્ષ પહેલા હનુમાનજી અને મહાદેવના મંદિરે આરોપી અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય જેથી તેને ત્યાંથી કાઢેલો હતો જે બાબતનો ખાસ રાખીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જાહેરમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કરીને ગાળો આપી હતી બાદમાં લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News