હળવદના રાણેકપર ગામે વૃદ્ધે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
પરિવારજનોની ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામે ઘરના પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે વર્ષની બાળકીનું મોત
SHARE







પરિવારજનોની ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામે ઘરના પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે વર્ષની બાળકીનું મોત
મોરબીના લાલપર ગામે ગૌશાળા પાસે બંસી ડેરી નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઘરમાં આવેલ પાણીના ટાંકામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જોકે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ બાકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે ગૌશાળાની બાજુમાં બંસી ડેરીની નજીક રહેતા જૂસબહુસૈન ભૂંગરની બે વર્ષની દીકરી ઐઝાફાતિમા ભુંગર તેના ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી ગયેલા બાળકોને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને મોરબીના શનાળા રોડે ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રાત્રિના ૯:૩૦ થી ૧૦:૦૦ વાગ્યાના અરસામાં મૃતક બાળકીના માતા તેઓના ઘરના ફળિયામાં વાસણ ધોઈને ઘરની અંદર ગયા હતા અને તેના પિતા ઘરની બહારના ભાગે બેઠા હતા દરમિયાન કોઇપણ કારણોસર ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં બાળકી પડી ગઈ હતી જેથી કરીને બાળકીનું મોત નીપજયું છે અને આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવતી સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શોભનાબેન કેતનગીરી ગોસ્વામી (૩૫) નામના મહિલાને તેઓની પાડોશમાં રહેતા મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમજ જણાવ્યુ હતું કે, શોભનાબેનના માતા કામે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યાં સુધી તેને ઘરે વાસણ સાફ કર્યા ન હતા જેથી કરીને તે બાબતે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે પાડોશમાં રહેતા મહિલા ત્યાં જોતા હતા જેથી તેની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે શોભનાબેનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા
