મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભર્યું હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે વૃદ્ધે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE







હળવદના રાણેકપર ગામે વૃદ્ધે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના રાણેક્પર ગામે રહેતા વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા સનાભાઇ ગણેશભાઈ ઉડેચા (૬૨) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બાદમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર પાસે રહેતા ગાડુંભાઈ સમાભાઈ ભરવાડ (૫૦) નામના આધેડ બાઈક લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મહાકાળી ચોક પાસે પવનસુત સોપની બાજુમાં રહેતા પ્રવીણભાઈ લીલાધરભાઇ બોપલિયા (૩૩) નામનો યુવાન મોરબીના ઘૂટું ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે કોઈ કારણસર ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતુ અને અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે






Latest News