મોરબી જિલ્લામાં ગત વર્ષે મહિલાઓનું મતદાન પુરૂષો કરતા ૧૦ ટકા ઓછુ નોંધાયેલ હોય સ્ત્રી મતદાન વધારવા ચુનાવ પાઠશાળા યોજાઈ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણી
SHARE







મોરબી જિલ્લામાં ગત વર્ષે મહિલાઓનું મતદાન પુરૂષો કરતા ૧૦ ટકા ઓછુ નોંધાયેલ હોય સ્ત્રી મતદાન વધારવા ચુનાવ પાઠશાળા યોજાઈ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણી
૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર ૪૪-મોટીબરારમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણીએ ૧૦ ટકા જેટલું ઓછું થયું હતું.જેથી આગામી ચૂંટણીમાં મહિલાઓનું મતદાન અને મતદાન અંગેની જાગૃતતા વધે તે માટે મોટી બરારની રત્નમણિ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચુનાવ પાઠશાળામાં મોટીબરારના બી.એલ.ઓ. અને શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ માટે શપથ પણ લેવડાવ્યા હતા.
મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણી
મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી શહેર મંત્રી પદે ભરતભાઈ રમેશભાઈ પીપળીયાની વરણી કરવામાં આવેલ છે.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબી શહેરના મંત્રી તરીકે ભરતભાઈ રમેશભાઈ પીપળીયાની વરણી કરવામાં આવેલ છે અને જેને લઈને તેઓને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. તે રીતે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રામકૃષ્ણ સોસાયટીના ઉપપ્રમુખ પદે આશિષભાઈ ધીરૂભાઈ ભીમાણીની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના શહેર પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા દ્વારા વરણી કરવામાં આવેલ છે.
