મોરબીના કલેક્ટરે હથિયાર માટે બહાર પડેલા જાહેરનામા સામે વચ્ચગાળાનો માનઈ હુકમ મેળવવા અરજી: ૨૩ મીએ સુનાવણી
SHARE






મોરબીના કલેક્ટરે હથિયાર માટે બહાર પડેલા જાહેરનામા સામે વચ્ચગાળાનો માનઈ હુકમ મેળવવા અરજી: ૨૩ મીએ સુનાવણી
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા હથિયાર ધારકોને તેના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરવા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને મોરબીના યુવા એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની આગામી સુનાવણી તા ૨૩ મી ના રોજ રાખવામા આવેલ છે તેની સાથોસાથ આ જાહેરનામા સામે વચ્ચગાળાનો મનાઈ હુકમ લેવા માટેની અરજી પણ હાઈકોર્ટમાં કરવામાં આવેલ છે તેની સુનાવણી પણ ૨૩ મી તારીખે જ કરવામાં આવશે
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તા ૭ મે ના રોજ મતદાન થવાનું છે અને તે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટેની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં હથિયાર ધારકો પાસે રહેલા તેઓના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરાવવા માટે થઈને જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેથી મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયા દ્વારા કલેકટરના આ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની સામે જસ્ટિસ વૈભવ ડી. નાણાવટીએ મોરબી જિલ્લા કલેક્ટર અને ભારતીય ચૂંટણી પંચને નોટિસ અગાઉ આપેલ હતી જેની વધુ સુનાવણી તા ૧૯ ન રોજ રાખવામા આવી હતી જોકે, તેમાં આગામી તા ૨૩ મી ની મુદત પડેલ છે અને અરજદાર દ્વારા કલેકટરે હાલમાં હથિયાર જમા કરાવવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેની સામે વચ્ચગાળાનો મનાઈ હુકમ મેળવવા માટે થઈને હાઇકોર્ટમા અરજી કરેલ છે તેની સુનાવણી પણ આગામી ૨૩ મી તારીખે જ રાખવામા આવેલ છે તેવું અરજદાર પાસેથી જાણવા મળેલ છે


