કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા યોગ્ય કોર્ટમાં કાર્યવાહી કરવા હાઇકોર્ટની સૂચના
SHARE






કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા યોગ્ય કોર્ટમાં કાર્યવાહી કરવા હાઇકોર્ટની સૂચના
મોરબીની દીકરીઓ અને ઉધોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં કર્યો હતો જેથી કરીને મોરબીના પાટીદાર સમાજની કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે જો કે, તેને માફી માંગી નથી જેથી કરીને કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધવા માટે યોગ્ય કોર્ટમાં કાર્યવાહી કરવા હાઈકોર્ટે સૂચના આપેલ છે અને ખાસ કરીને જો ત્યાં સંતોષકારક કાર્યવાહી ન કરવામાં આવે તો અરજદાર માટે હાઇકોર્ટના દરવાજા ખુલ્લા જ છે
કાજલ હિન્દુસ્તાની દ્વારા થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ તેમજ ઉધોગકારોની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી મનોજભાઈ પનારાએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ તા ૧૮ માર્ચના રોજ આપવામાં આવેલ હતી ત્યાર બાદ કલેકટરને રેલી યોજીને આવેદન પત્ર અને મોરબીમાં પાટીદારોની જાહેર સભા યોજાઇ હતી જેમા કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં આવી નથી જેથી કરીને મનોજભાઈ પનારાએ તેઓના વકીલ જયદીપભાઇ પાંચોટિયા મારફતે હાઇકોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માટે થઈને પિટિશન કરવામાં આવી હતી તેની તા ૧૯ ન રોજ સુનાવણી રાખવામા આવી હતી જેમાં હાઈકોર્ટે અરજદારને યોગ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવા સૂચના આપેલ છે અને જો ત્યાં સંતોષકારક કાર્યવાહી ન થાય તો અરજદાર હાઇકોર્ટમા આવી શકે છે જેથી કરીને હવે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવા માટે મોરબીની કોર્ટમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મનોજભાઇ પનારા દ્વારા અગાઉ મોરબીની કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીની ફોજદારી ફરિયાદ નોંધવા માટે અરજી કરેલ છે


