મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

હળવદમાં ઘરે છત ધોતા સમયે શોર્ટ લગતા મહિલાનું મોત


SHARE















હળવદમાં ઘરે છત ધોતા સમયે શોર્ટ લગતા મહિલાનું મોત

હળવદમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે છત ધોઈ રહી હતી ત્યારે કોઈપણ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગતાં તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા જયકુમાર પટેલના પત્ની હેમાંગીબેન પટેલ (૩૪) પોતે પોતાના ઘરે હતા અને ત્યારે ત્યાં સાંજના સમયે ઘરની છત જોઈ રહ્યા હતા ત્યારે છત ધોતા સમયે કોઈ પણ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ટાટા ક્રોમા સ્ટોરની સામેના ભાગમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સંજયભાઈ ભીખાભાઈ દાદલ (૪૧) રહે. ઉમિયાનગર ત્રાજપર મોરબી વાળાના બાઇકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં સંજયભાઈને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ હવેલી શેરીમાં રામનિવાસ ખાતે રહેતો ઓમ મનોજભાઈ રામાવત (૧૨) નામનો બાળક મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ સોસાયટી પાસેથી સાયકલ લઈને નાસ્તો લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની સાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને જેથી કરીને અકસ્માતના આ બનાવમાં તેને ઇજાઓ થઇ હતી માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથે ધરી છે અને વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News