મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાં રિક્ષાના રાતે ફેરા કરતાં બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ટામી-ધોકા વડે હુમલો


SHARE

















હળવદમાં રિક્ષાના રાતે ફેરા કરતાં બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ટામી-ધોકા વડે હુમલો

હળવદમાં રાજોધરજી સ્કૂલની સામેના ભાગમાં મેલડી માતાજીના મંદિર સામે યુવાન સહિત બે વ્યક્તિ રાત્રિના સમયે રીક્ષાના ફેરા કરતા હતા જે બાબતે સારું નહીં લાગતા ત્રણ શખ્સો દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી તેમજ લાફા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોખંડની ટામી અને ધોકા વડે બંનેને માર મારતા બે યુવાનોને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં એક યુવાને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતો નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી જાતે કોળી (૨૨) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ ઘનશ્યામભાઈ મકવાણા, અશોકભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા રહે. ત્રણેય ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી અને વિષ્ણુભાઈ રાત્રિના સમયે રિક્ષાના ફેરા કરતા હતા તે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી અને વિષ્ણુભાઈને ગાળો આપી હતી તેમજ બંનેને લાફા માર્યા હતા અને ત્યારબાદ આનંદભાઈએ લોખંડની ટામી લઈને તથા ઘનશ્યામભાઈ લાકડાનો ધોકો લઈને ફરિયાદી તથા સાહેદને મારવા માટે આવેલ હતા અને ત્યારે ફરિયાદ સહિત બંને ભગવા જતાં ફરિયાદીને પગ ઉપર ટામી મારીને ફરિયાદીને નીચે પાડી દીધો હતો ત્યારબાદ તેને લોખંડની ટામી વડે અને લાકડાના ધોકા વડે માર મારીને ડાબા પગના ઢીંચણ, સાથળ અને જમણા પગે ઢીંચણના ભાગે માર મારીને ઇજા કરેલ છે આમ રીક્ષાના ફેરા કરવા બાબતે બે વ્યક્તિઓને માર મારવાના બનાવમાં સારવાર લીધા બાદ નરેશભાઈ વિંધાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

યુવાન સારવારમાં

મૂળ એમપીના ઈન્દોરનો રહેવાસી રોહિત સજનસિંહ (૩૨) નામનો યુવાન મોરબીમાં જુના બસ સ્ટેશનમાં બસમાં ચડતા સમયે કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઇ હતી માટે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News