મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા બે અને વરલીના આંકડા લેતા એક જુગારની ધરપકડ


SHARE











વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા બે અને વરલીના આંકડા લેતા એક જુગારની ધરપકડ

વાંકાનેરના જીનપરા જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર સામે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઓનલાઈન મોબાઈલમાં જોઈને રનફેરનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસને ૨૭૦૦ રૂપિયા રોકડા તથા ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૨,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ જીનપરા જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર સામે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને આઈપીએલમાં ચાલતી લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ ટીમ વચ્ચેની મેચમાં રનફેરનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૦૦ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછી જાતે બ્રહ્મક્ષત્રિય (૩૫) રહે. દરબારગઢ રોડ પ્લે હાઉસ પાસે વાંકાનેર અને કલ્પેશભાઈ બાબુભાઈ મહેતા જાતે જૈન વાણીયા (૪૬) રહે. મેઇન બજાર ઠક્કર શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટમાં ડબલ ચાલી બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ૨૩૦ રૂપિયા રોકડાને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૫૨૩૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા જાતે કોળી (૪૯) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે








Latest News