મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોમ્પ્લેક્ષમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતાં યુવાનના પિતાને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરમાં કોમ્પ્લેક્ષમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતાં યુવાનના પિતાને બે શખ્સોએ મા માર્યો

વાંકાનેર સિટીમાં સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતા યુવાન સાથે ફોન બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ભાડાની ઉઘરાણી બાબતે યુવાનના પિતા સાથે બોલાચાલી કરી હતી અને બે શખ્સ દ્વારા તેને લાકડાના ધોકા વડે અને મૂઢમાર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પલેક્ષ રૂમ નં-૩૦૧ માં રહેતા રાજેશભાઈ સદરૂદિનભાઈ સોમાણી જાતે મુસ્લિમ ખોજા (૫૭)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અમીનભાઈ રફિકભાઈ દાદવાણી અને સૈફભાઈ અમીનભાઇ દાદવાણી રહે. બંને પ્રગતિ કોમ્પ્લેક્સ સિટી સ્ટેશન રોડ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો સાહિલ કોમ્પ્લેક્સના ભાડુંઆતનું ભાડું ઉઘરાવવાનું કામ કરતો હોય છે જે બાબતે તેને અમીનભાઈને ફોન કર્યો હતો અને તેની દાઝ રાખીને બંને આરોપીઓએ ભાડાની ઉઘરાણી બાબતે ફરિયાદી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી તેમજ અમીનભાઇએ ફરિયાદીને ધક્કો મારીને પાડી દીધા હતા બાદમાં તેને જમણા પગમાં થાપાના ભાગે લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી કરીને પગમાં ફ્રેક્ચર થયેલ છે તેમજ સેફભાઈએ ગાળો બોલીને મુંઢ માર માર્યો હતો જેથી ઈજા પામેલ રાજેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન પાસે રહેતા ચાવડા જશુબેન સામતભાઈ (૫૫) નામના મહિલા પોતાના ઘર નજીકથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે








Latest News