વાંકાનેરમાં કોમ્પ્લેક્ષમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતાં યુવાનના પિતાને બે શખ્સોએ માર માર્યો
મોરબીમાં રામનવમીની વિજયયાત્રામાં દરગાહ સામે મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લાગ્યા: અજાણી મહિલા સામે ફરિયાદ
SHARE






મોરબીમાં રામનવમીની વિજયયાત્રામાં દરગાહ સામે મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લાગ્યા: અજાણી મહિલા સામે ફરિયાદ
મોરબીમાં ગત રામનવમીના દિવસે વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિજયયાત્રા મોરબીના નવા ડેલા રોડ ઉપર થઈને મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશાહ પીરની દરગાહ પાસેથી આગળ જઈ રહી હતી ત્યારે ત્યાં વિજય યાત્રામાં જોડાયેલ મહિલાઓ પૈકી અજાણી મહિલાઓએ ડીજેના સાઉન્ડમાં ભજન વાગતાં હતા તેને બંધ કરાવીને ત્યાં મોહમ્મદ પેગંબર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારીને વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારા લગાવવામાં આવ્યા હતા અને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તથા બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનામાં ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી હાલમાં અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે
મોરબી સહિત સમગ્ર દેશની અંદર રામનવમીના દિવસે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અને વિજયયાત્રાના આયોજન કરવામાં આવ્યા હતા દરમિયાન મોરબીમાં સર્વ હિન્દુ સમાજ દ્વારા વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિજયયાત્રા મોરબીના સામાકાંઠાથી શરૂ કરવામાં આવી હતી અને મોરબીના દરબારગઢ ચોક પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન આ વિજયયાત્રાના રૂટમાં નવાડેલા રોડ ઉપરથી મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ પાસેથી વિજયયાત્રા નીકળી રહી હતી ત્યારે તે વિજય યાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમમાં ભજન વાગતા હતા તેને બંધ કરાવીને મહિલાઓ દ્વારા પોતાના હાથમાં માઇક લઈને મહંમદ પેંગમ્બર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારી વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારાઓ લગાવવામાં આવ્યા હતા તેમજ મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ અને બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી કરીને હાલમાં મોરબીમાં ઈદ મસ્જિદ રોડ શેરી નં-૨ માં આઝાદ હોટલની સામેના ભાગમાં રહેતા ફારુકભાઈ આદમભાઈ અઘામ જાતે સંધિ (૪૯)એ અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૧૫૩ (એ), ૨૯૫ (એ) અને ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે


