હળવદના એનડીપીએસના ગુનામાં આરોપીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ
SHARE
હળવદના એનડીપીએસના ગુનામાં આરોપીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ
હળવદ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા એનડીપીએસના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુજર રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તાલુકો ગંગસર જિલ્લો ચિત્તોડગઢ હાલ રહે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ખાતેથી જયેશ કોટન મિલમાં ટ્રક ટ્રેઈલર લઈ માલ લેવા આવ્યો છે તેવી બાતમી મળી હતી જેના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમે મધ્યપ્રદેશ જઈને ત્યાંથી આરોપીને હસ્તગત કર્યો હતો ને તેને મોરબી લઈ આવીને હાલમાં આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને હવાલે કરેલ છે