ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
SHARE






ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર નેકનામ અને દહીસરડા વચ્ચે પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં મોરબીમાં રહેતા બે સગા ભાઈના મોત નીપજયાં હતા અને બે વ્યક્તિને ઇજા થવાથી સારવારમાં ખસેડાયા હતા
બનાવની મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ટંકારા તાલુકાના નેકનામ ગામેથી પડધરી તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ એનએફ ૬૬૪૨ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના વિસીપરામાં રહેતા સોયબભાઈ હૈદરભાઈ જેડા અને અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા નામના બે સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા અને આ બનાવમાં શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ જંજવાળીયાને ઈજા થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે


