ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
ટંકારા નજીક ટ્રક ટ્રેલર પાછળ ગાડી ઘૂસી જતાં અકસ્માત: ટ્રક સ્કૂલની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયો
SHARE









ટંકારા નજીક ટ્રક ટ્રેલર પાછળ ગાડી ઘૂસી જતાં અકસ્માત: ટ્રક સ્કૂલની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાથી આગળના ભાગમાં આવેલ આર્યમ વિદ્યાલય સામેના ભાગમાંથી ટ્રક ટ્રેલર માલ સામાન ભરીને પસાર થઈ રહ્યું હતું દરમિયાન કોઈ કારણોસર તે ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં લેતા પાછળના ભાગમાં આવી રહેલ સ્કોર્પિયો ગાડી ટ્રક ટ્રેલરમાં ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને કારનો ભૂકો બોલી ગયો હતો તેમજ ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું અને ત્યાં રોડની બાજુમાં આવેલ આર્યમ વિદ્યાલયની દિવાલને તોડીને ટ્રક ટ્રેલર શાળાના ગ્રાઉન્ડમાં ઘૂસી ગયું હતું આ અકસ્માત સર્જાવાના કારણે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપરની એક સાઇડ બંધ કરવામાં આવી હતી અને એક સાઇડ ઉપર ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો તેમજ ટ્રક ટ્રેલરમાં ભરેલ માલ સામાન રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હોવાથી માલ સામાન તથા અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી હાલમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ થતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
