ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે રાજ્યનું બેસ્ટ ફાયર સ્ટેશન ઘોષિત


SHARE







મોરબી પાલિકાના ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે રાજ્યનું બેસ્ટ ફાયર સ્ટેશન ઘોષિત

ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવેલ હતા જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત કરવામાં આવેલ છે અને તા. 19/4/24 ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે અને મોરબી ફાયર જવાનોને પ્રોત્સાહિત કર્યા છે. જે બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, મોરબી ગર્વની લાગણી અનુભવે છે.






Latest News