મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું
મોરબીના ઘુંટુ ગામ પાસેથી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે ૧૭૨ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો
SHARE









મોરબીના ઘુંટુ ગામ પાસેથી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે ૧૭૨ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો
મોરબી તાલુકા પોલીસની ટીમ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી અને તેઓ જ્યારે હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામ નજીક હતા ત્યાં કેનાલ પાસેથી શંકાસ્પદ રીક્ષા જણાતા રીક્ષાને અટકાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.ત્યારે રિક્ષામાંથી વોકડાની બે જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૧૯,૬૦૦ ની કિંમતનો દારૂ તથા એક લાખની કિંમતની રીક્ષા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઇસમ દારૂનો આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો..? અને તે કોને આપવા માટે જતો હતો..? તે દિશામાં હવે તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડાંગર તથા સ્ટાફ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ નજીક કેનાલની પાસે એક શંકાસ્પદ રીક્ષા નજરે ચડી હતી.જેથી પોલીસ સ્ટાફે ત્યાં પહોંચીને રીક્ષાની તલાસી લીધી હતી અને રીક્ષાના ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી વોડકાની બે જુદી જુદી બ્રાન્ડની ૧૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૧૯,૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂપિયા એક લાખની કિંમતની સીએનજી રીક્ષા નંબર જીજે ૨૧ એકસ ૮૩૧૯ મળીને કુલ રૂપિયા ૧,૧૯,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ રીક્ષા સાથે મળી આવેલા રિયાઝ રફિકભાઈ પઠાણ જાતે પીંજારા (ઉંમર ૨૦) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.ન્યુ રેલવે કોલોની ધક્કાવાળી મેલડી માતા મંદિરની સામે, નવલખી રોડ મોરબી મૂળ રહે. બરવાળા તા.જી.મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.તે કોના કહેવાથી અને ક્યાંથી આ દારૂનો જથ્થો અહીં લાવ્યો હતો..? અને તે દારૂનો આ જથ્થો કોને આપવા માટે જતો હતો..? તે હવે તપાસનો વિષય હોય તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
માનસિક બીમારીની દવાનો ઓવરડોઝ લેતા મહિલા રાજકોટ ખસેડાયા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે સોનારા સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સરાના વતની હસમુખભાઈ પંડ્યાના પત્ની મનિષાબેન (ઉંમર વર્ષ ૪૧) ને મગજની બીમારીની દવા ચાલુ હોય અને તેઓએ ગઈકાલે માનસિક બીમારીની દવાનો ઓવરડેઝ એકી સાથે વધપ માત્રામાં પી જતા તેઓને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને મવિષાબેનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.મનિષાબેનનો લગ્ન ગાળો ૨૧ વર્ષનો છે તેઓ મૂળ અમદાવાદના છે અને તેઓને સંતાનમાં એક દીકરો તથા બે દીકરીઓ છે.તેઓના પતિ હસમુખભાઈ પંડ્યા સાથે વાત કરતા અગાઉ પણ મનીષાબેન દ્વારા આ રીતે માનસિક બીમારી સબબ વધુ દવાનો દોઝ લઈ લેવાતા આવા બનાવો બનેલા છે.
