હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય ઉપર સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબીમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે 'પ્લાસ્ટિક મુક્ત ભારત' વિષય ઉપર સ્પર્ધાનું આયોજન

૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ Say No Plastic' 'પ્લાસ્ટીક મુક્ત ભારત"નાં અનુસંધાને કેટેગરી મુજબ સૂત્ર સ્લોગન તથા વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરાયેલ છે.પ્લાસ્ટીકમુક્ત જીવનશૈલી અપનાવીને આપણે પર્યાવરણ તથા સ્વાસ્થ્યનું રક્ષણ તથા રાષ્ટ્રની સર્વાંગી સુખાકારીમાં યોગદાન આપી શકીએ તેવા પ્રયત્ના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

ઉપરોકત હેતુનાં અનુસંધાને "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આગામી તા.૨૨ એપ્રીલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસનાં અનુસંધાને "પ્લાસ્ટીક મુક્ત ભારત" તથા "Say No Plastic " માટે "સૂત્ર સ્લોગન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આપણે સૌ પ્લાસ્ટીક મુક્ત જીવન શૈલીને અપનાવીને આપણે આપણાં પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, આપણાં સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ અને આપણાં રાષ્ટ્રની સર્વાંગી સુખાકારીમાં યોગદાન આપી શકીએ.આવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ.તેમજ પ્લાસ્ટીક પ્રદુષણ નિયંત્રણ માટે આપણે જે પ્લાસ્ટીકના ઉત્પાદનોનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ.આપણે પ્લાસ્ટીકનો ઉપયોગ સંપુર્ણપણે ટાળી શકતા નથી.પરંતુ આપણે ચોક્કસપણે પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાનું ટાળી શકીએ છીએ.આપણે ખરીદી કરતી વખતે પ્લાસ્ટીકની બેગ કે ઝબલાની બદલે કાપડ કે કાગળની થેલી પસંદ કરી શકીએ.આપણે બહારની ચા-કોફી શોપ્સ પણ પ્લાસ્ટીક કે થર્મોકોલનાં ગ્લાસની જગ્યાએ આપણે બોટલ કે થર્મસમાં ભરી શકીએ.આપણે પ્લાસ્ટીકની શોધને વરદાન સમજીએ છીએ કારણ કે સવારે ઉઠતાં જ બ્રશથી રાત્રે સુવા સમયે લાઈટની સ્વીચ બંધ કરીએ ત્યાં સુધી આપણે પ્લાસ્ટીકથી ઘેરાયેલા છીએ.રોજીંદા જીવનમાં પ્લાસ્ટીક આપણાં પડછાયાની જેમ સાથે રહે છે.તેથી વિશ્વ પૃથ્વી દિવસની આ સ્પર્ધામાં ડ્રોઈંગ સીટમાં કેટેગરી- મુજબ આપેલ સૂત્ર સ્લોગન દોરી આપેલ પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપતો વિડીયો બનાવીને મોકલી આપવાનો રહેશે.આ સ્પર્ધા માટે સ્લોગન લખી આપેલ પ્રશ્નનો યોગ્ય ઉત્તરનો બે થી ત્રણ મીનીટનો વિડીયો બનાવીને તા.૨૨-૪ ના સાંજના ૬ સુધીમાં મોબાઇલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ પૈકી કોઇપણ એક વૉટસએપ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.




Latest News