ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં અજંતા ઓરપેટ કંપનીમાં ૨૦૦૦ બહેનોએ માનવ સાંકળ રચી આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ


SHARE

















મોરબીમાં અજંતા ઓરપેટ કંપનીમાં ૨૦૦૦ બહેનોએ માનવ સાંકળ રચી આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ. મતદાન દ્વારા જ્યારે દેશનું આવતા પાંચ વર્ષનું ભાવિ નક્કી થતું હોય છે ત્યારે લોકો વધુને વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના અનેક પ્રયોજનો યોજવામાં આવતા હોય છે. ત્યારે મોરબી નજીક 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ અજંતા ઓરપેટ ફેક્ટરી ખાતે 2000 જેટલી મહિલા કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનન્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સક્ષમ નારી શક્તિ મતદાન જાગૃતિમાં પણ અગ્રેસર છે તેવું આ મહિલા કામદારોએ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી તેમાં ‘WORKES WILL VOTE, MORBI WILL VOTE’ એવું લખી લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા છે.


આગામી ૭ મેના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન યોજનાર છે. ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના આ પ્રયાસ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ મહિલાઓએ અનન્ય પ્રયાસ થકી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે. લોકોને મતદાન કરવા પ્રેરિત કરતી આ મહિલા શક્તિનો એક જ સૂર હતો કે, ‘કરીશું મતદાનમાં મોટી ભાગીદારી, અમે છીએ ગુજરાતની નારી’. મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો હોંશે હોંશે મતદાનની ફરજ પૂર્ણ કરે તે માટે અજંતા ઓરપેટ ફેક્ટરીની ૨૦૦૦ જેટલી મહિલાઓએ માનવ સાંકળ રચી મોરબી જિલ્લાના નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે તેમજ દરેક નાગરિકને મતદાન કરવા અનુરોધ પણ કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, ખર્ચ મોનિટરીંગ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખિયા, સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા, ટંકારા મામલતદાર કેતન સખિયા અને અજંતા ઓરપેટના અધિકારી અને કર્મચારીઓએ મહિલાઓના આ પ્રયોજનમાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

 

વાંકાનેર: મતદાન માટે દિવ્યાંગ મતદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં વાંકાનેરમાં કે.જી.એન. એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.ડબ્લ્યુડી. નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારની કચેરી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ મતદારો સુગમતાપૂર્ણ મતદાન કરી શકે તે માટે વ્હીલચેર, ફ્રી ટ્રાન્સપોર્ટેશન તેમજ વોલેન્ટિયર સહિતની આપવામાં આવતી સુવિધાઓ અંગે દિવ્યાંગ મતદારો સહિત ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ લોકોને અચૂક મતદાન કરવા તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી.




Latest News