મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી મોરબીમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન


SHARE















મોરબીમાં પૂજ્ય રત્નેશ્વરીબેનની કથામાં જલારામ મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ કરાયું સન્માન

મોરબીમાં શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.ગોકુળના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ.રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે.ત્યારે સપ્તાહમાં મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓનું શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરીને સપ્તાહના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતનાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)






Latest News