મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન
મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
SHARE
મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકોમાંથી મોટાભાગના સહકુટુંબ હાજર રહ્યા હતા અને બે દિવસ સુધી માતાજીનાં મંદિરે ધાર્મિક વિધિ અને નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું સાથો સાથ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લીધો હતો તેવું આયોજકો પાસેથી જાણવા મળેલ છે