ટંકારા-વાંકાનેરમાં ડીડીઓની હાજરીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી આઇએમએ દ્વારા મતદાન જાગૃતિ માટે ૨૦૦ સ્ટેમ્પનું વિતરણ કરાયું
SHARE
મોરબી આઇએમએ દ્વારા મતદાન જાગૃતિ માટે ૨૦૦ સ્ટેમ્પનું વિતરણ કરાયું
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો મતદાન કરવા પ્રતિબધ્ધ બને અને લોકશાહીમાં મતદાનનું શું મહત્વ છે તે સમજે તે માટે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રની સાથે મોરબી જિલ્લામાં વિવિધ એસોસિએશન દ્વારા પણ પ્રયાસો હાથ ધરવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મતદાન જાગૃતિના આ કાર્યમાં વિવિધ ડોક્ટર્સ પણ જોડાયા છે.
મોરબીની શાંતિ ક્લિનિકમાં કેસ પેપરની અંદર ‘મારો હક - મારો મત - મારી ફરજ, ૧૦૦ ટકા મતદાન’ એવો સ્ટેમ્પ મારી લોકોને મતદાન અવશ્ય કરવા પ્રેરણા આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાંતિ ક્લિનિકના ડોક્ટર પ્રવીણ બરાસરા એ જણાવ્યું હતું કે, અમારી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મતદાન કરવા પ્રેરિત થાય અને અવશ્ય મતદાન કરે તે માટે દરેક દર્દીના કેસ પેપર ઉપર મતદાન જાગૃતિ અંગે સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યો છે. મોરબીની જીવનદીપ હોસ્પિટલ દ્વારા પણ ‘રાષ્ટ્રીય હિત માટે અચૂક મતદાન કરશો’ અને કરાવશો એ પ્રકારનો સિક્કો દરેક દર્દીના કેસ પેપર ઉપર લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે જીવનદીપ હોસ્પિટલના ડોક્ટર અને ઈન્ડિયન મેડિકલ એસો. મોરબી બ્રાન્ચના પૂર્વ પ્રેસિડેન્ટ વિજય ગઢીયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૧૪ થી મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. દર ચૂંટણી વખતે મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસોની સાથે એસો. સાથે જોડાયેલા ડોક્ટર્સને મતદાન જાગૃતિ અંગેના સ્ટેમ્પ બનાવી વિતરણ કરવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણી અન્વયે એસો. દ્વારા ડોક્ટર્સને ૨૦૦ જેટલા સ્ટેમ્પનું વિતરણ કરવામાં આવ્યું છે. ડોક્ટર્સ દ્વારા દરેક દર્દીઓના કેસપેપર ઉપર મતદાન જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા મતદાન જાગૃતિ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અન્વયે મતદાન જાગૃતિ માટે અગાઉ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી અને જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર તંત્ર સાથે જિલ્લામાં વિવિધ વેપારી એસો. દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ઇન્ડિયન મેડિકલ એસો. મોરબી બ્રાન્ચ દ્વારા પણ મોરબી વાસીઓને વધુને વધુ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.