મોરબી આઇએમએ દ્વારા મતદાન જાગૃતિ માટે ૨૦૦ સ્ટેમ્પનું વિતરણ કરાયું
ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા
SHARE
ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા
ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા પાસેથી અલ્ટો કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નીપજયાં છે અને પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ લોકો દ્વારકા દર્શન કરી પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીનો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાંથી તે પરિવાર પરત મોરબી આઈ રહ્યો હતો ત્યારે ટંકારાના લતિપર રોડ ઉપર હીરાપર ગામના પાટિયા પાસે મંગળવારે સવારે અકસ્માત થયો હતો જેમાં દ્વારકા દર્શન કરી પરત આવી રહેલા મોરબીના મોરબીના બારોટ પરિવારના બે વ્યક્તિના મોત નિપજ્યાં છે જેની મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી નંબર જીજે ૩૬ એફ ૦૭૨૦ લઈને દ્વારકા દર્શન કરવા ગયેલ પરિવાર પાછો આવી રહ્યો હતો ત્યારે ગાડીના ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ (૩૯), તેમના પત્ની જલ્પાબેન (૩૦), દીકરી આસ્થા (૯), તુલસી (૫) અને જીનલ (૧) ને ઈજા થતા ટંકારાના સરકારી દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવમાં નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ (૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (૭૦)ને ગંભીર ઇજા થતાં તે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને આ બનાવની હોસ્પિટલેથી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે