મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા-વાંકાનેરમાં ડીડીઓની હાજરીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારા-વાંકાનેરમાં ડીડીઓની હાજરીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હાલમાં લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયેલું છે. જયારે તારીખ ૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ  ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જે અન્વયે મોરબી જિલ્લામાં પણ મતદાન-યોજાનાર છે.મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી તાજેતરમાં ટંકારા  વિધાનસભા મત વિસ્તારના જોધપર (ઝાલા) તેમજ વાંકાનેર  વિધાનસભા મત વિસ્તારના જાલશિકા ગામ  ખાતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં  મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને મતદાન અંગે માહિતી આપવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીએ  ઉપસ્થિત સર્વે  ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવી અવશ્ય મતદાન કરવા તેમના અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપવા જણાવ્યું હતું. ઊપસ્થિત ગ્રામજનોએ મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અંગે શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા.




Latest News