ટંકારા તાલુકાનાં હીરાપર ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિના મોત: પાંચને ઇજા
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
SHARE
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી હતી તેવામાં સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીની એમપીના ચીખોડાથી ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની પાંચ મહિના પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા રહે. વિલજરી તાલુકો અલીરાજપુર એમપી વાળની બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોડા ગામે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી રૂપસિંગ ડોડવાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોફી આપવામાં આવેલ છે