મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન-સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો


SHARE





ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન-સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો

ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં મુખના કેન્સરના નિદાન માટે આરોગ્ય કર્મચારી દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું. જેમાં શંકાસ્પદ લાગેલા દર્દીઓને આગળની તપાસ માટે સમજાવીને જનરલ હોસ્પિટલ મોરબી ખાતે જવા માટે માર્ગદર્શન આપેલ તેમજ મુખના કેન્સર અને અન્ય કેન્સરથી બચવાના ઉપાયો અને તેના પ્રાથમિક ચિહ્નો કે લક્ષણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીએચઓ પ્રતીક ફુલતરીયા, એમપીએચડબલ્યુ કૃણાલ ઠાકર, એફએચડબલ્યુ ભાવનાબેન જોગિયા તેમજ આશા બહેનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.




Latest News