મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા


SHARE







વાંકાનેરનાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા

“મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક છે”: જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક પણ છે જેથી દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢિયા સહિત સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં






Latest News