ટંકારા નજીક બાવળની જાળીમાં જુગાર રમતા મોરબી-રાજકોટના ત્રણ શખ્સ ૩.૦૧ લાખની રોકડ સાથે પકડાયા
SHARE
ટંકારા નજીક બાવળની જાળીમાં જુગાર રમતા મોરબી-રાજકોટના ત્રણ શખ્સ ૩.૦૧ લાખની રોકડ સાથે પકડાયા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારાથી આગળના ભાગમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩.૦૧ લાખની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાથી આગળના ભાગમાં આવેલ ખજૂરા હોટલની જમણી સાઈડમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ વશરામભાઈ ફેફર જાતે પટેલ (૪૬) રહે. સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તીર્થ એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૨ રાજકોટ, કલ્પેશભાઈ ધીરુભાઈ બરાસરા જાતે પટેલ (૩૮) રહે. આલાપ રોડ કુંજ ગલી મોરબી અને પિન્ટુ કરસનભાઈ કાવર જાતે પટેલ (૪૨) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક દર્પણ સોસાયટી બ્લોક નં-૧૮૨-એ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩,૦૧,૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે