ટંકારા નજીક બાવળની જાળીમાં જુગાર રમતા મોરબી-રાજકોટના ત્રણ શખ્સ ૩.૦૧ લાખની રોકડ સાથે પકડાયા
વાંકાનેરમાંથી દેશી બનાવટના તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ
SHARE







વાંકાનેરમાંથી દેશી બનાવટના તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર શહેરના વીસીપરા ચોક પાસેથી પસાર થઈ રહેલ એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવતા પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો તમંચો કબજે કર્યો હતો અને આરોપી દીપકભાઈ અશોકભાઈ વાળા (૩૧) રહે, વીસીપરા કુલીનગર-૧ કેશવાનંદ બાપુ આશ્રમ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખેલ હતું તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે
આગ લાગતાં નુકશાન
રાજસ્થાનના રહેવાસી રામરતન સાલગ્રામ ગૌર્વી (૨૪) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી ટ્રક નંબર જીજે ૨૦ એક્સ ૯૦૧૮ માં ટાઇલ્સ ભરીને પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગનું ટાયર ફાટતાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થઈ હતી અને તેના કારણે ટ્રકમાં આગ લાગી હતી જેથી કરીને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો અને આ અંગેની ટ્રક ડ્રાઇવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં રહેતો મયુર મનોજભાઈ સારેસા (૨૪) નામનો યુવાન બાઇક લઈને પોતાના રહેણાંક વિસ્તાર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઇ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મયુરને ઈજા થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે
