વાંકાનેરમાંથી દેશી બનાવટના તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ
મોરબીના પીપળી રોડે ટ્રેક્ટરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
SHARE







મોરબીના પીપળી રોડે ટ્રેક્ટરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના પીપળી રોડે સીરામીક પાસેથી જઇ રહેલા બાઇક ચાલકના બાઇકને ટ્રેક્ટરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક લઈને જતાં વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવવિલા એપાર્ટમેન્ટમાં રહેતા ચુનીલાલ દુર્લભજીભાઈ ધુડીયા (૬૫) નામના વૃદ્ધ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કેડબરી સીરામીક પાસે રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા હતા ત્યારે તેના બાઇકને ટ્રેક્ટરના ચાલાકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ચુનીલાલને જમણા હાથમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ડાયમંડનગર ખાતે રહેતા રાજેશભાઈ છગનભાઈ કાસુન્દ્રા (૫૫) નામના આધેડ આમરણ નજીક આવેલ જીવાપર રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને ડાબા હાથમાં ઇજા થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
