મોરબીના પીપળી રોડે ટ્રેક્ટરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના જુદાજુદા વિસ્તારમાં હડકાયા કુતરાનો આતંક : ૨૦ થી વધુને બચકાં ભર્યા
SHARE







મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાડકાયા કુતરાનો આતંક: ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા
મોરબીના જુદાજુદા વિસ્તારમાં દિવસેને દિવસે કુઠારનો આતંક વધી રહ્યો છે તેવામાં મોરબીના સામાકાંઠેમ લાલપર પાછળ, નજર બાગ સામે અને શનાળા રોડે કુતરાએ બચકાં ભરી લીધા હતા જેથી કરીને અંદાજે ૨૦ વધુ લોકોને સારવાર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
જાણવામાં મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠાના વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને રસ્તા ઉપરથી આવતા જતાં લોકોને બચકા ભરી લીધા હતા. જેની લોકો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં, લાલપર પાછળના વિસ્તારમાં, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ગાંધી સોસાયટીમાં કૂતરાએ લોકોને બચકાં ભરેલ છે જેથી કરીને મોહનભાઇ, ખ્યાતિબેન જગદીશભાઈ, હંસાબેન મહેશભાઈ, હિતેષભાઇ સોલંકી અને ઇબ્રાહિમ હુસેન સહિત કુલ મળીને અંદાજે ૨૦ થી વધુ લોકોને કુતરાએ બચકા ભરી લીધા હતા જેથી કરીને તે તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા
