મોરબીના જુદાજુદા વિસ્તારમાં હડકાયા કુતરાનો આતંક : ૨૦ થી વધુને બચકાં ભર્યા
મોરબી રાજકોટ રોડે બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
SHARE







મોરબી રાજકોટ રોડે બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
મોરબી રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા કારખાના પાસે શ્રીજી એસ્ટેટ સામેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે ખૂંટિયો આવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઈકમાં બેઠેલા વૃદ્ધાને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી
બનવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા હીરાબેન વ્રજલાલ નિમાવત (૬૬) નામના મહિલા મોરબી રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા કારખાના પાસે શ્રીજી એસ્ટેટ સામેથી બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને હીરાબેનને ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે
માર માર્યો
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ડાભી (૨૭) નામની મહિલાને તેના ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા સંદીપ મનુભાઈ સોલંકી (૨૭) નામના યુવાનને અશ્વિન કરસનભાઈ સોલંકી નામના શખ્સે ગળાટૂંપો આપવા આપતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ પ્રફુલભાઈ પરમારને સોપવામાં આવેલ હોય તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પોલીસ નિવેદન લેવા માટે તેઓ હોસ્પિટલે ગયા ત્યાર પહેલા ભોગ બનેલ યુવાન ત્યાથી ચાલ્યો ગયો હતો
