મોરબી રાજકોટ રોડે બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢા ચોરની ધરપકડ
SHARE







મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢા ચોરની ધરપકડ
મોરબી શહેરમાં આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં બાઇક પાર્ક કર્યું હતું તેની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઈકની સાથે પોલીસે હાલમાં રીઢા ચોરની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સવાસર પ્લોટ શેરી નંબર-૩ માં ડો. અનિલભાઈ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભમર જાતે લોહાણા (૨૨) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ભોગ બનેલા યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ જેએન ૦૩૩૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા અને સિદ્ધરાજસિંહને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ બાઇક લાતી પ્લોટ શેરી નંબર ૨ માં છે જેથી ત્યાં ચેક કરતાં ચોરાઉ બાઈકની સાથે આરોપી અબ્બાસભાઈ અલ્લારખાભાઈ દલવાણી રહે. લાલપર લિબાળા ધાર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઇકને કબજે કરવામાં આવેલ છે આ શખ્સની સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર ગુના નોંધાયેલ છે
