માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા
SHARE







માત્ર ક્ષત્રિયો નહીં, અઢારેય વર્ણના મતદારો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન: રમજુભા જાડેજા
રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારો ભાર રોષની લાગણી છે અને આંદોલનના પાર્ટ–૨ માં ધર્મરથ કાઢવામાં આવ્યા હતા અને મોરબી જીલ્લામાં જે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો તેનું આજે શક્તિ માતાજીનાં મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું અને લોકોશાહી ઢબે અઢારેય વર્ણના મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તેમજ રાજપૂત સમાજ સંકલન સમિતિના સંયોજકએ વિશ્વાસ વ્યક્ત કરેલ છે
લોકસભાની ચૂંટણી માટેનું આગામી તા ૭ રોજ મતદાન થવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ–૨ શરૂ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા, મોરબી અને ટંકારા તાલુકા માટે ભાજપ વિરુદ્ધ મતદાનની અપીલ સાથે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો જે રથ આજે મોરબીમાં આવ્યો હતો અને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા શક્તિ માતાજીનાં મંદિર સુધી મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડી. જાડેજા, રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા અને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાનીમાં રેલી યોજાઇ હતી અને શક્તિ માતાજીનાં મંદિરે ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોરબીમાં માર્ગો જય ભવાની, ભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠયા હતા અને ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાનની લડતમાં અઢારેય વર્ણના લોકો ક્ષત્રિય સમાજની સાથે છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મતદાન કરવામાં આવશે તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કરેલ છે
