લોકસભા સામાન્ય ચૂંટણી : 65 મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગમાં 1 વાગ્યા સુધીમાં 35.73 % મતદાન
ટંકારાના ભૂતકોટડા ગામે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું મતદાન મથક
SHARE







ટંકારાના ભૂતકોટડા ગામે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવતું મતદાન મથક
મતદારોને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવિશેષ બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટંકારાનાં ભૂતકોટડા ગામે આવેલ બુથનું સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામા આવી રહ્યું છે. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ અન્ય લોકોને મતદાન કરવા માટે સહયોગ આપી રહ્યા છે, તો સમગ્ર સંચાલન દિવ્યાંગ કરતા હોવાથી મતદારોમાં પણ મતદાન માટેની પ્રેરણા મળી રહી છે. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી કરી હતી.
